ડાઉન ટુ અર્થ છે સૂર્યકુમાર યાદવ! રસ્તા પર યુવકો સાથે રમવા લાગ્યા ક્રિકેટ… જુઓ ખાસ વિડીયો
ટીમ ઈન્ડિયાનો તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૂર્યા આ મેચમાં માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેને બીજી અને ત્રીજી ટેસ્ટમાં તક મળી ન હતી, પરંતુ ચાહકો તેને ટૂંક સમયમાં મેદાનમાં ઉતરતા જોવા માટે ઉત્સુક હશે.
સૂર્યાએ IPLની શરૂઆત પહેલા સ્ટ્રીટ ક્રિકેટમાં હાથ અજમાવ્યો છે. તે મુંબઈમાં ગલી ક્રિકેટ રમ્યો હતો, જેમાં તેણે ‘સુપલા સાફ’ નામનો નવો શોટ અજમાવ્યો હતો. આ શોટ દ્વારા તેણે ગલી ક્રિકેટમાં શાનદાર ફોર પણ ફટકારી હતી. બોલ આવતાની સાથે જ સૂર્યાએ બેટ નીચું કર્યું અને તેને સંપૂર્ણપણે જમીન પર રાખીને લેગ સાઇડ પર ચોગ્ગો માર્યો. તેનો આ શાનદાર શોટ જોઈને ગલી ક્રિકેટ પ્રેક્ષકોમાં હોબાળો મચી ગયો હતો.
Surya Bhau spotted playing gully cricket in Mumbai. @surya_14kumar #suryakumaryadav #sky #surya #MIOneFamily #mumbai #IPL #IPL2023 #IPLShoot #MumbaiIndians pic.twitter.com/m2yGQTBNDd
— Mumbai Indians One family (@MIonefamily) March 5, 2023
મુંબઈ ઈન્ડિયન્સ વન ફેમિલી નામના ટ્વિટર હેન્ડલે સૂર્યાનો આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે હેન્ડલે કેપ્શન આપ્યું છે – સૂર્યા ભાઈ મુંબઈમાં સ્ટ્રીટ ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.