ક્રિકેટરને થઈ ફાંસી, ગુસ્સામાં પત્નીને ધરબી દીધી 7 ગોળી, દુનિયાનો એકમાત્ર આવો ગુનેગાર બેટ્સમેન
ક્રિકેટને એમ તો જેંટલમેન ગેમ માનવામાં આવે છે. ક્રિકેટ કે અન્ય કોઈ રમતના મેદાન પર વિવાદ થવો સામાન્ય બાબત છે. ઘણી વખત ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ પણ થતુ હોય છે. પરંતુ કોઈ ખેલાડી હત્યા કરે અને તેને ફાંસી પણ આપવામાં આવે, આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા અને સાંભળવા મળે છે. પણ હકીકતમાં આવું બની ચૂક્યું છે અને કોઈ સામાન્ય નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ક્રિકેટરે આવું કર્યું હતુ. અમે વાત કરી રહ્યા છીએ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર લેસ્લી હિલ્ટનની. બાળપણથી જ સંઘર્ષ કરનારા આ ઓલરાઉન્ડરના જીવનનો અંત પણ દુઃખદ હતો. જમૈકાના આ ક્રિકેટરને 50 વર્ષની ઉંમરે ફાંસી આપવામાં આવી હતી કારણ કે તેના પર તેની પત્નીની હત્યાનો આરોપ હતો. તેણે ગુસ્સામાં આવીને તેની પત્ની પર 7 ગોળીઓ ચલાવી દીધી હતી.
લેસ્લી હિલ્ટનનો જન્મ મે 1905માં જમૈકામાં થયો હતો. તેમની માતાનું 3 વર્ષની વયે અવસાન થયું હતું. તેના પિતા કોણ હતા, તે આખી જિંદગી તેનાથી અજાણ રહ્યા. બહેને તેને ઉછેર્યો હતો. પરંતુ જ્યારે તે 14-15 વર્ષનો હતો ત્યારે તેની બહેનનું પણ અવસાન થયું હતું. આવી સ્થિતિમાં હિલ્ટનને જીવનમાં શરૂઆતથી જ ઘણું સહન કરવું પડ્યું હતું. ત્યાર પછી તેની કાકીએ તેને ઉછેર્યો હતો. પરંતુ તેમના મૃત્યુ પછી તેમનો અભ્યાસ પણ બંધ થઈ ગયો હતો.
લેસ્લી હિલ્ટને ટેલરને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી અન્ય સ્થળોએ પણ કામ કર્યું હતું. આ દરમિયાન એક સ્થાનિક ક્લબે તેની પ્રતિભાને ઓળખી અને તેણે ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. બેટિંગ ઉપરાંત તે ફાસ્ટ બોલિંગ પણ કરતો હતો. તેણે 1935માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે 6 ટેસ્ટમાં 70 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે 16 વિકેટ પણ લીધી હતી. 27 રનમાં 4 વિકેટ એ તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
ગુજરાતી ક્રિકેટરનો મસીહા બન્યો હતો શાહરુખ ખાન, કરિઅર ખતમ થતાં બચાવી લીધુ, ભારતની દીવાલ બન્યો. પોલીસકર્મીની પુત્રી સાથે પ્રેમમાં પડ્યો. લેસ્લી હિલ્ટન તેના સ્પોર્ટ્સ કરિયર દરમિયાન જ પોલીસકર્મીની પુત્રી લેર્લિન રોઝ સાથે પ્રેમમાં પડ્યો હતો. રોઝના પિતા જમૈકામાં ઈન્સ્પેક્ટર હતા. બંનેએ 1942માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ હતો. પરંતુ ધીમે-ધીમે તેમનો આપસમાં મામલો બગડ્યો હતો.
લેર્લિન અવારનવાર બિઝનેસના કામ માટે ન્યુયોર્ક જતી હતી. આ દરમિયાન હિલ્ટનને એક અનામી પત્ર મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે તેની પત્નીને કોઈની સાથે ગેરકાયદેસર સંબંધ છે. આ પત્રએ હિલ્ટનને હચમચાવી નાખ્યો. જોકે, રોઝના ના પાડ્યા બાદ મામલો થોડો ઠંડો પડી ગયો હતો.
પરંતુ આ વાત થોડા દિવસ પછી સાચી પડી હતી. હિલ્ટનની પત્ની લેર્લિનનું અફેર પકડાઈ ગયું હતું. હિલ્ટનને તેણીના અને તેના અફેર કરનાર વ્યક્તિના પત્રો મળી ગયા હતા અને વાત સાચી પડતાં હિલ્ટનનો પારો છટક્યો અને તેણે ગોળીઓ મારીને પત્નીની હત્યા કરી નાખી હતી.