એમ. એસ. ધોની રિષભ પંત નહીં પણ રોહિતશર્મા આ વિકેટકીપરને માને છે શ્રેષ્ઠ! જાણો કયો ખિલાડી?
મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન અને ફિનિશર માનવામાં આવે છે. પરંતુ માહી પાસે બીજી એક કળા છે જેમાં તેણે નિપુણતા મેળવી છે અને તે છે વિકેટકીપિંગ. તમને જણાવી દઈએ કે ધોની પરંપરાગત વિકેટકીપર નથી, તેણે આ ટેકનિક પોતાના અનુભવથી શીખી છે.
વિકેટકીપિંગ દરમિયાન ધોની વધુ એક અદ્ભુત કામ કરે છે અને તે છે ડીઆરએસ. કેટલાક ક્રિકેટ નિષ્ણાતો DAAS ના સંપૂર્ણ સ્વરૂપને ધોની રિવ્યુ સિસ્ટમ કહે છે.
15 ઓગસ્ટ 2020 ના રોજ, મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ત્યારથી ભારતીય ટીમ મેનેજમેન્ટ સતત સારા વિકેટ કીપર બેટ્સમેનની શોધમાં છે. ઋષભ પંતના રૂપમાં સારો વિકેટ કીપર બેટ્સમેન પણ જોવા મળ્યો હતો પરંતુ તે હાલમાં ઈજાગ્રસ્ત છે.
તેના સ્થાને આવેલા વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરતે આ સમયે કેપ્ટન રોહિતનું દિલ જીતી લીધું છે. રોહિતે કહ્યું છે કે ભરત એક એવો વિકેટકીપર છે જેના પર ખુલ્લેઆમ વિશ્વાસ કરી શકાય છે. આવો જાણીએ રોહિતે બીજું શું કહ્યું.