કોમેન્ટ્રીમાં આવું બધું ક્યાં બોલવાનું હતું ! સુનિલ ગાવસ્કરે હેતમાયરની પત્નીને લઈને એવી વાત કહી દીધી કે થયા ટ્રોલ…
ભારતમાં ઘણા ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી કોમેન્ટ્રી તરફ વળે છે. આમાંથી કેટલાક ક્રિકેટરો થોડા સમય પછી કોમેન્ટ્રી છોડી દે છે, પરંતુ કેટલાક ક્રિકેટરો લાંબા સમય સુધી કોમેન્ટ્રી કરતા રહે છે. ભારતના કેટલાક પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટરો કોમેન્ટેટર છે.
જેમાં લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરનું નામ પણ સામેલ છે. પરંતુ સુનીલ ગાવસ્કર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની કોમેન્ટ્રીમાં કહેલી એક વાતને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. જેના કારણે ઘણા ફેન્સ તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની પણ માંગ કરી રહ્યા છે.
વાસ્તવમાં સુનીલ ગાવસ્કર ગયા વર્ષે IPL દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તે ટૂર્નામેન્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચની કોમેન્ટ્રી કરી રહ્યો હતો. તે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 150 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમ પીછો કરવામાં નિષ્ફળ ગઈ અને જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શિમરોન હેટમાયર પર આવી ગઈ.
જ્યારે હેટમાયર બેટિંગ કરવા આવ્યો ત્યારે ગાવસ્કરે કહ્યું, “શિમરોન હેટમાયરની પત્નીની ડિલિવરી થઈ ગઈ છે.. શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવરી કરી શકશે.”
તમને જણાવી દઈએ કે શિમરોન હેટમાયરની પત્નીએ આ મેચના 3-4 દિવસ પહેલા બાળકને જન્મ આપ્યો હતો. આ કારણથી ગાવસ્કરે કોમેન્ટ્રી કરતી વખતે ડિલિવર શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે સુનીલ ગાવસ્કરે કોઈ ક્રિકેટર પર ટિપ્પણી કરી હોય. આ પહેલા પણ તે ઘણી વખત ક્રિકેટરો પર કોમેન્ટ કરી ચૂક્યો છે. જેના કારણે તે ઘણી લાઇમલાઇટમાં રહે છે.