ભાવનગરનું ગૌરવ એવા ચેતનભાઈ સાકરીયાએ જીવનમાં કર્યો છે આટલો સંઘર્ષ ! જુઓ તેમના જીવનની આ તસવીરો…

અહીં થી શેર કરો

IPL મેગા ઓક્શનમાં10 ટીમો ભાગ લશે. 590 ખેલાડી ઓક્શનમાં સામેલ હતા અને બેંગલુરુમાં યોજાનાર આ ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની કિસ્મત ચમકી છે. ઓક્શનમાં સોથી પહેલા 10 મોટા ખેલાડીઓ પર બોલી લગાવી હતી અને ત્યાર પછી બાકીના ખેલાડીઓની બોલી લાગી અને કરોડોમાં ખેલાડિઓ ખરીદવામાં આવ્યા.આ સાથે આ ઓક્શમાં આ વખતે IPLમાં 33 ખેલાડીને 343.7 કરોડ રૂપિયામાં ટીમો પહેલાથી રિટેન કરી ચૂકી છે.

આ વખતે સૌરાષ્ટ્રનાં ભાવનગર શહેરના ચેતન સાકરીયાની કિસ્મત પણ ખુલ્લી ગઈ અને અનેગરના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ચેતન સાકરિયા, જેની બેઝ પ્રાઇઝ રૂ. 50 લાખ હતી, તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા રૂ. 4.2 કરોડમાં ખરીદી લેવામાં આવ્યો હતો. ખરેખર આ એક ખૂબ જ સરહાનીય વાત છે. ચેતન સાકરિયાનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહેલું છે.જીવનમાં તેને અનેક દુઃખો દૂર કરીને ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ નિર્માણ કર્યું છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ફેબ્રુઆરી 2021માં, સાકરિયાને IPLની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડમાં ખરીદ્યો હતો. અને હવે તેને આ વખતે કિંમત 4.2 કરોડ મળી છે. ત્યારે ચેતન સાકરીયાનું ભાગ્ય ખરેખર તેની સાથે છે. જીવનમાં પહેલી મેચમાં તેને 1.2 કરોડોમાં ખરીદવામાં આવ્યો ત્યારે આ વખતે તેને બમણી કિંમતમાં ખરીદબામાં આવ્યો છે. ત્યારે ચેતનના જીવનની આ એક નવી સિદ્ધિ કહેવાય. ચેતનમાં જીવન પર એક નજર કરીએ.

સાકરિયા ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સાથે મેદાનમાં ઉતર્યો હતો અને 14 મેચમાં 14 વિકેટ સાથે સિઝન પૂરી કરી હતી. તે પછી ગયા વર્ષે જુલાઈમાં તેણે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.ગુજરાતનાં ટેમ્પો ચાલકનો દીકરો આજે ભારતીય ટીમમાં સામેલ છે. આજે યુવા દિવસ નિમિત્તે આપણે ચેતન સાકરિયાની જીવન સફર વિશે જાણીશું કે, કંઈ રિતે તેને સફળતા મેળવી અને જીવનમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ભાવનગરનો ચેતન સાકરીયા આજે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ છે. તેનું જીવન ત્યારે બદલાયું જ્યાતે ફેબ્રુઆરીમાં ચેતન સાકરિયાની આઈપીએલમાં પસંદગી થઈ હતી. જોકે, એ સમય પરિવાર માટે ખુશીના સમાચાર ઉપરાંત સંતાપનો પણ હતો. આર્થિક સંકડામણની વચ્ચે ચેતને પોતાની મહેનત અને પરિવારના સહકારથી આઈપીએલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

જ્યારે દુ:ખની વાત એ છે કે ચેતન માટે પોતાનું ભણવાનું છોડી નોકરી શરૂ કરનાર ચેતનના ભાઈએ ઉત્તરાયણના જ દિવસે આત્મહત્યા કરી હતી. ત્યારબાર ચેતન આઈપીએલમાં રમી રહ્યા હતા ત્યારે ગત મહિને એમના પિતાનું કોરોનામાં નિધન થયું હતું.જીવનમાં એક પછી એક અનેક મુશ્કેલીઓ આવી છતાંય ચેતન ક્યારેય નાસીપાસ ન થયો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, ચેતન બાળપણથી જ પોતાના મામાના ઘરે ભાવનગરમાં રહીને મોટા થયા છે. ચેતન નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે શાળામાંથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. નાની ઉંમરે જ ચેતન સારી રીતે ઇન સ્વિંગ અને આઉટ સ્વિંગ બૉલિંગ કરતો માટે અમે એને બૅટિંગ છોડાવી બૉલિંગ શરૂ કરાવી અને તેમાં તેણે સારું પ્રદર્શન કર્યું.ચેતન 2012થી 2015ની વચ્ચે પોતાની શાળાને સ્કૂલ ગેમ્સની વિવિધ ટુર્નામેન્ટમાં પોતાની બૅટિંગ અને બૉલિંગની મદદથી ફાઇનલ સુધી લઈ ગયા પણ ચેતનના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.

ચેતનના પિતાજી ટેમ્પો ચલાવતા હતા અને આર્થિક ભીંસ નાં કારણે ઘણી વખત ઈંટોના ભઠ્ઠામાં પણ કામ કરવા જવું પડતું. ચેતનના પપ્પાનો અકસ્માત થતાં તેઓ પણ વિકલાંગ થઈ ગયા. છતા પણ એના પિતા ટેમ્પો ચલાવતા રહ્યા. ચેતન ઘરમાં સૌથી મોટો તેને એક નાનો ભાઈ અને બહેન હતાં.મામાની ભાવનગરમાં સ્ટેશનરીની દુકાન હતી. ચેતન ભણવામાં હોશિયાર હોવાથી મામા તેને સરકારી અધિકારી બનાવવા માગતા હતા પણ ચેતન ને ક્રિકેટર બનવું હતું પણ પરિવારની સ્થિતિ નબળી હતી માટે મારે એને અધિકારી બનાવવો હતો.
ચેતન ભણવામાં હોશિયાર હતો પરંતુ ક્રિકેટ પ્રત્યે લગાવ એટલો બધો હતો.

અનેક વખત ઘરે ખોટું બોલીને કે ભણવાનું છોડીને ક્રિકેટ રમવા જતા રહેતો છતાંય ચેતનને દસમા ધોરણની બૉર્ડની પરીક્ષામાં 87 ટકા આવ્યા હતા. ત્યારબાદ તેણે 11 અને 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં ભણવાનું નક્કી કર્યું અને ક્રિકેટ રમવાનું ચાલું રાખ્યું. પણ સાયન્સમાં તેને 55 ટકા આવ્યા. ભાવનગરની ભરૂચા ક્લબમાં જોડાઈ ગયા હતા. સારું ક્રિકેટ રમવાના કારણે અંડર 16, અંડર 19ની સૌરાષ્ટ્રની ટીમમાં પણ પસંદગી પામ્યા. આ ઉપરાંત ક્લબની મૅચ અલગ, માટે ક્રિકેટ અને ભણવા વચ્ચે તાલમેલ બેસતું ન હતું.

ચેતન ક્રિકેટ સારું રમતા હોવાથી તેમના ભાઈએ પણ તેમનો સાથ આપ્યો. ચેતનના પિતાએ માંદગી અને ઉંમરના કારણે થોડાક સમય પહેલાં જ ટેમ્પો ચલાવવાનું છોડી દીધું છે.અંડર 19માં કૂચ બિહાર ટ્રૉફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા તેમણે છ મૅચમાં 18 વિકેટ લીધી, તેમણે કર્ણાટક સામે પાંચ વિકેટ લેતાં તેઓ લોકોની નજરમાં આવ્યા હતા.સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનને ચેતનને એમઆરએફ પેસ ફાઉન્ડેશનની ઍકેડેમીમાં મોકલ્યા. ત્યાં તેમને ગ્લેન મૅકગ્રા પાસેથી ટ્રેનિંગ મળી અને ચેતને પોતાની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચાડી.ચેતન જ્યારે એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં રમવા પહોંચ્યા ત્યારે તેમની પાસે સ્પાઇકવાળાં શૂઝ નહોતાં.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *