સઁરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટ્નશિપ સંભાળશે આ ચેમ્પિયન પ્લયેર! વિદેશી લીગમાં પોતાની ટીમને બનાવી ચુક્યો છે ચેમ્પિયન….

અહીં થી શેર કરો

IPL 2023 ટૂંક સમયમાં 31 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ IPLની તમામ ફ્રેન્ચાઈઝીએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ પણ આ સિઝન માટે તેની નવી ટીમના કેપ્ટનના નામની જાહેરાત કરી છે. વાસ્તવમાં હૈદરાબાદે એઇડન માર્કરામને કેપ્ટનશિપ સોંપી છે. જોકે, તેના કેપ્ટન બનવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

એડન માર્કરામના કેપ્ટન બનતાની સાથે જ ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. ખરેખર, હૈદરાબાદે ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓની અવગણના કરીને એક વિદેશી ખેલાડીને કેપ્ટન બનાવ્યો છે. આવો જાણીએ કોણ છે આ ત્રણ ખેલાડીઓ……

આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદે વર્ષ 2023માં યોજાનારી 16મી આઈપીએલ સીઝન માટે દક્ષિણ આફ્રિકાના એઈડન માર્કરામને કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા 20 (SA20) લીગમાં એઈડન માર્કરામના નેતૃત્વમાં ઈસ્ટર્ન કેપ ટીમે આ લીગનો ખિતાબ જીત્યો હતો. જ્યારે તે દક્ષિણ આફ્રિકા 20 લીગની શરૂઆતની સીઝન હતી.

તમને જણાવી દઈએ કે સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની કપ્તાની હજુ કેન વિલિયમસનના હાથમાં હતી પરંતુ તેને હરાજી પહેલા છોડી દેવામાં આવ્યો હતો. આ પછી ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ, ભુવનેશ્વર કુમાર અને વોશિંગ્ટન સુંદર આ ટીમની કેપ્ટનશીપ મેળવવાના દાવેદાર હતા. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે એડન માર્કરામને કેપ્ટન બનાવીને આ ત્રણેય ખેલાડીઓ સાથે મોટો દગો કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવતું હતું કે વિલિયમસનના બહાર નીકળ્યા બાદ આ ત્રણમાંથી કોઈપણ એક ખેલાડીને સુકાની બનવાની તક મળી શકે છે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *