મુંબઈ ઇન્ડિયન્સે કરોડોમાં ખરીદેલ આ ઓલરાઉન્ડરે ભારત સામે જ આટલા બધા રન મારી દીધા…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં કેમરૂન ગ્રીને અજાયબી કરી બતાવી છે. તેણે ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી શાનદાર રીતે પૂરી કરી છે. ગ્રીને 143 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સદી સાથે ગ્રીને આઈપીએલ પહેલા પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.
ભારત સામે સદી ફટકારનાર ગ્રીને કહ્યું છે કે તે ભારતીય પીચો પર પોતાની બેટિંગનો જાદુ બતાવવા માટે તૈયાર છે. આ એ જ ગ્રીન છે, જેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આઈપીએલ 2023 માટે 17.5 કરોડ રૂપિયા ખર્ચીને સામેલ કર્યો છે. તે IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી પણ બન્યો હતો.
કેમરૂન ગ્રીન અને ઉસ્માન ખ્વાજાની સદીઓના આધારે ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. બીજા દિવસના બીજા સેશન સુધીમાં કાંગારૂ ટીમે 4 વિકેટ ગુમાવીને 372 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા 159 રને ક્રીઝ પર છે જ્યારે કેમેરોન ગ્રીન 111 રન બનાવીને અણનમ છે.