જુવો ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે 1 રણ કરીને વિજેતા બન્યા, બનાવ્યો ઇતિહાસ…આવું કરવા વાળી ટીમ બની
ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ હવે સમાપ્ત થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે આ મેચ રોમાંચક રીતે માત્ર 1 રનથી જીતી લીધી છે. મેચમાં એક સમય એવો હતો કે ઇંગ્લેન્ડ સરળતાથી જીતી જશે પરંતુ ટીમ સાઉથીની ટીમે હાર ન માની અને ફોલોઓન બાદ પણ મેચ જીતી લીધી.
મેચની વાત કરીએ તો આમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 435 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જે બાદ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે ઝડપથી વિકેટો ગુમાવવાનું શરૂ કર્યું અને માત્ર 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, ત્યારબાદ ઈંગ્લેન્ડે કીવી ટીમને ફોલોઓન આપી અને મેચ જલ્દી ખતમ કરવાનું વિચાર્યું પરંતુ કેન વિલિયમ્સન તેના પર ઇંગ્લેન્ડે પાણી ફેરવી દીધું અને ઇંગ્લેન્ડની ટીમ સામે 132 રનની ઇનિંગ રમી, ચોથી ઇનિંગમાં જીત માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો. જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ માત્ર એક રનથી હારી ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક રનથી મેચ જીતનારી બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે 1993માં ઓસ્ટ્રેલિયા સામે ભારે સંઘર્ષપૂર્ણ મેચમાં જીત મેળવી હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડ ફોલોઓન બાદ મેચ જીતનારી ચોથી ટીમ બની ગઈ છે. આ સાથે ટીમ ફોલોઓન બાદ સૌથી ઓછા માર્જિનથી જીતનારી ટીમ પણ બની ગઈ છે.