અરર..બોલ બેટના વચ્ચે વચ લાગી તો પણ બાંગ્લાદેશના કેપ્ટ્ને લીધો રીવ્યુ ! પછી થયું એવું કે હસવું આવશે…જુઓ વિડીયો

અહીં થી શેર કરો

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ રમતની સાથે મેદાન પર કંઈક એવું કરે છે, જેની ચર્ચા હંમેશા થતી રહે છે. ક્યારેક તેના ખેલાડીઓ અમ્પાયર સાથે અથડામણ કરે છે તો ક્યારેક તેનો નાગીન ડાન્સ ચર્ચામાં રહે છે. અત્યારે ટીમ ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણી રમી રહી છે (BAN vs ENG). શ્રેણીની બીજી મેચ શુક્રવારે રમાઈ હતી. આમાં ઈંગ્લેન્ડ જીતી ગયું પરંતુ બાંગ્લાદેશે ફરીથી કંઈક આવું કર્યું, જેના કારણે લોકો તેની મજા લઈ રહ્યા છે.

ઈંગ્લેન્ડની ઈનિંગની 48મી ઓવરમાં આદિલ રાશિદે સરળતાથી તસ્કીન અહેમદનું યોર્કર રમી લીધું હતું. બોલ સીધો બેટ પર વાગ્યો હતો અને પેડની બહાર હતો. પરંતુ બાંગ્લાદેશના કેપ્ટન તમીમ ઈકબાલે ડીઆરએસ લેવાનો નિર્ણય લેતા બધા ચોંકી ગયા હતા. રિપ્લેમાં એ પણ સ્પષ્ટ દેખાતું હતું કે બોલ પેડની આસપાસ પણ ન હતો. આ પછી બાંગ્લાદેશ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યું છે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *