બાબર આઝમે આઈપીએલણે લઈને એવુ કહી દીધું કે લોકો હવે કરી રહ્યા છે ખુબ ટ્રોલ! કહ્યું કે ‘કઈ ફાયદો નથી….
ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના ખેલાડીઓને આનો ફાયદો થયો છે. પૈસા હોય કે તક, આ લીગમાં ખેલાડીઓને બંને વસ્તુઓ મળે છે અને તેથી જ તે મોટાભાગના ખેલાડીઓની ફેવરિટ લીગ છે, પરંતુ પાકિસ્તાની ખેલાડીઓની આવી સ્થિતિ નથી. તેણે ઘણા પ્રસંગોએ આ અંગે ઈર્ષાળુ નિવેદનો આપ્યા છે, જેમાં નવું નામ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ છે. આ સ્ટાર ખેલાડીએ IPLને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
બાબર આઝમ હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે જ્યાં તે પેશાવર ઝાલ્મીનો કેપ્ટન છે. આ જ ટીમના પોડકાસ્ટમાં બાબરે બિગ બેશ લીગને ઈન્ડિયન પ્રીમિયર લીગ કરતા સારી ગણાવી છે. તેમનું કહેવું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગથી ખેલાડીઓને કોઈ ફાયદો મળતો નથી.
બાબર આઝમ પોતે ક્યારેય બિગ બેશ લીગમાં રમ્યો નથી, છતાં તે તેની ફેવરિટ લીગ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ સામે બોલતા બાબરે કહ્યું, ‘મને આઈપીએલ કરતાં બિગ બેશ લીગ વધુ ગમે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એશિયન કન્ડિશન ઉપલબ્ધ છે, પરંતુ બિગ બેશ લીગની પીચો જુદી છે, ખૂબ જ ઝડપી છે, જ્યાં રમીને ઘણું શીખવા મળે છે. ખોટું સાંભળ્યું છે. તેણે બાબરને ટ્રોલ કરતા કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ IPLમાં રમવા માટે મરી જાય છે.