બાબર આઝમે ક્રિકેટમાં ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો! એવો તો કેવો રેકોર્ડ હશે વળી જે બાબારે તોડ્યો? જાણો
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પોતાની કારકિર્દીમાં એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે. શુક્રવારે તેણે શાનદાર બેટિંગ કરતા વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. તે T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી 9000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
PSL અંતર્ગત શુક્રવારે ઈસ્લામાબાદ યુનાઈટેડ સામે રમતા પેશાવર જાલ્મીના કેપ્ટન બાબર આઝમે 64 રનની જોરદાર ઈનિંગ રમીને આ સ્થાન હાંસલ કર્યું હતું. સૌથી ઝડપી 9 હજાર રન બનાવવાના મામલે તેણે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલે 249 ઈનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા છે. જ્યારે બાબરે માત્ર 245 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
બાબર અને ગેલ પછી વિરાટ કોહલી 271, ડેવિડ વોર્નર 273 અને એરોન ફિન્ચ 281 ઇનિંગ્સમાં 9 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન છે. બાબરે 2019 પછી વિશ્વના કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ T20 સદી પણ ફટકારી છે. તેના નામે 8 સદી છે. આ યાદીમાં આગળનો બેટ્સમેન જોસ બટલર છે જેણે 6 સદી ફટકારી છે. ઝાલ્મીના સુકાનીએ યુનાઈટેડ સામે 39 બોલમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. યુનાઈટેડના કેપ્ટન શાદાબ ખાને તેને 13મી ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. પેશાવર ઝાલ્મીએ આ પ્લેઓફ મેચમાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. બાબરના 64ની સાથે મોહમ્મદ હરિસે 34, સેમ અયુબે 23, હસીબુલ્લા ખાને 15, ટોમ કેડમોરે 16 અને અઝમતુલ્લાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. યુનાઈટેડના કેપ્ટન શાદાબ ખાને 4 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી હતી.