ગુજરાતના આ ધુરંધર ઓલરાઉન્ડરની લાગી ગઈ લોટરી! ટેસ્ટમાં સારુ પ્રદર્શન જોઈને આ ટીમે લીધો આ નિર્ણય….

અહીં થી શેર કરો

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં રહેલ આ ખેલાડીને અચાનક જ મોટી લોટરી લાગી છે. વાસ્તવમાં આ ખેલાડીની IPL ટીમે તેને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. તમને જણાવી દઈએ કે ઋષભ પંતની IPLમાંથી હકાલપટ્ટી બાદ દિલ્હી કેપિટલ્સે પોતાનો કેપ્ટન બદલ્યો છે.

જ્યારે દિલ્હી કેપિટલ્સે ડેવિડ વોર્નરને IPL 2023 માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે અક્ષર પટેલને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અક્ષર પટેલ હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે.ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે ધમાકેદાર 84 રન ફટકાર્યા હતા. તેણે ત્યાં એક વિકેટ પણ લીધી હતી.

દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભલે તેને વિકેટ ન મળી હોય પરંતુ અક્ષર પટેલે 74 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે અક્ષર પટેલ એક પ્રતિભાશાળી ખેલાડી છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય તે IPLમાં પણ આગ લગાવી રહ્યો છે.

અક્ષર પટેલે આઈપીએલમાં અત્યાર સુધીમાં 122 મેચ રમી છે, જેમાં તેણે 19.24ની એવરેજથી 1135 રન બનાવ્યા છે.બોલિંગમાં પણ તેણે 101 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 7.25 હતી.અક્ષર પટેલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જો તે 31 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2023માં પોતાનું ફોર્મ ચાલુ રાખે છે તો ભારતને તેનો ઘણો ફાયદો થશે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *