અરે આ ભુરીયો તો પુષ્પા ફેન નીકળ્યો શું! પુષ્પા સ્ટાઇલ કરીને કહ્યું ‘ઝૂકેગા નહીં… જુઓ વિડીયો
ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચ 9 વિકેટે જીતી લીધી હતી. જોકે ભારત શ્રેણીમાં હજુ 2-1થી આગળ છે. પરંતુ આ મેચમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. ક્યારેક ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાતું હતું તો ક્યારેક ભારતે જબરદસ્ત વાપસી કરી હતી, આવી સ્થિતિમાં મેદાનમાં દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. એક ઓસ્ટ્રેલિયન ફેનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
During #AUSvIND Match Puspa Trendmak @alluarjun @SonuSood pic.twitter.com/5VeTpCKc0K
— Amish Gangvani (@AmishGangvani1) March 3, 2023
ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ બાદ કાંગારૂ ટીમના એક પ્રશંસકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા મૂવીનું ટ્રેડમાર્ક ‘મૈં ઝુકેગા નહીં સાલા’ કરતો જોવા મળી રહ્યો છે. જેનો વીડિયો ઝડપથી શેર થઈ રહ્યો છે, લોકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.