ત્રીજી ટેસ્ટ બાદ આ ખિલાડીએ છોડી પોતાની કેપ્ટ્નશિપ! હવે આ પ્લેયર સાંભળશે ટિમની કપ્તાની… જાણો
ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને 9 વિકેટે હરાવીને શ્રેણીમાં વાપસી કરી હતી. સ્ટીવ સ્મિથ ત્રીજી ટેસ્ટ મેચ હેઠળ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. આ મેચ જીત્યા બાદ સ્ટીવ સ્મિથ હવે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન નહીં રહે. તમને જણાવી દઈએ કે શ્રેણીની બીજી મેચ બાદ ઓસ્ટ્રેલિયાના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા.
પેટ કમિન્સ ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શક્યો ન હતો અને તેના કારણે સ્ટીવ સ્મિથે ટીમની કમાન સંભાળવી પડી હતી. શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ 9 માર્ચથી રમાશે. આ મેચમાં માત્ર પેટ કમિન્સ જ કેપ્ટનશિપ કરતા જોવા મળશે.ઈંદોર ટેસ્ટમાં જીત બાદ ખુદ પેટ કમિન્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ પેટ કમિન્સની ટીમ છે અને આ જ ઝડપી બોલર શ્રેણીમાં આગળ તેની આગેવાની કરશે.
મતલબ કે સ્ટીવ સ્મિથે કેપ્ટનશીપ છોડી દીધી છે. અને અમદાવાદમાં 9મી માર્ચથી શરૂ થનારી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમની કમાન પેટ કમિન્સ પાસે રહેશે.સ્ટીવ સ્મિથે પોતે કહ્યું કે, મારો સમય પૂરો થઈ ગયો છે, હવે તે પેટ કમિન્સની ટીમ છે.
ઓસ્ટ્રેલિયાને શ્રેણીની પ્રથમ બે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે ત્રીજી ટેસ્ટ મેચમાં વિજય મળતાં જ કાંગારૂ ખેલાડીઓનું મનોબળ વધી ગયું છે. સ્ટીવ સ્મિથે સિરીઝમાં એક મેચમાં કેપ્ટનશિપ કરી હોવા છતાં તેણે તેના પર ખુશી વ્યક્ત કરી છે. સ્ટીવ સ્મિથે કહ્યું કે ભારત એવો દેશ છે જ્યાં તેને કેપ્ટનશીપ કરવી ગમે છે.