ફરી એક વખત ટી-20 ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા! કેટલા રૂપિયા મળ્યા? જાણો પુરી વાત…
ઓસ્ટ્રેલિયન ટીમે વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 19 રને હરાવીને ટાઈટલ જીત્યું હતું. મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમને જીત બાદ ઈનામી રકમ પણ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આ ટાઈટલ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને લગભગ 10 લાખ ડોલર ઈનામી રકમ તરીકે મળ્યા છે. જે ભારતીય નાણા પ્રમાણે લગભગ 8.27 કરોડ છે. આવી સ્થિતિમાં ટીમ માટે આ મોટી ઈનામી રકમ છે.
બીજી તરફ, ઉપવિજેતા રહી વેસ્ટ ઈન્ડિઝની ટીમને 5 લાખ યુએસ ડોલરની ઈનામી રકમ મળી. જે ભારતીય રૂપિયા પ્રમાણે 4.14 કરોડ છે. અને સેમીફાઈનલમાં હારનાર ટીમને 2.10 લાખ ડોલર આપવામાં આવ્યા છે.