વર્લ્ડ પ્લેયર રેન્કિંગ ! અશ્વિને એન્ડરસનને પછાડી વિશ્વ ટેસ્ટ રેન્કીંગમાં આટલામાં નંબર પર આવી ગયો, કિંગ કોહલીએ પણ….
બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે સારા સમાચાર છે. 4 મેચોની શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિને તાજેતરની ICC રેન્કિંગમાં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનને પાછળ છોડી દીધો છે. અમદાવાદ ટેસ્ટમાં બંને બોલર સંયુક્ત નંબર વન બોલર હતા પરંતુ ચોથી ટેસ્ટમાં અશ્વિને 7 વિકેટ લઈને એન્ડરસન કરતાં આગળ નીકળી ગયો હતો. અશ્વિનના હવે 869 રેટિંગ પોઈન્ટ છે જ્યારે એન્ડરસનના 859 પોઈન્ટ છે.
અશ્વિન 4 મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 17.28ની એવરેજથી કુલ 25 વિકેટ લીધી હતી. જાડેજાની સાથે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ એક સ્થાન ગુમાવ્યું છે જ્યારે અક્ષર પટેલ છ સ્થાનના ફાયદા સાથે 28માં સ્થાને છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બેટથી પ્રભાવશાળી યોગદાન આપનાર અક્ષર ઓલરાઉન્ડરોની યાદીમાં બે સ્થાનનો સુધારો કરીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં જાડેજા અને અશ્વિન ટોચના બે સ્થાન પર છે.
ઈજાના કારણે ટીમની બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ છઠ્ઠાથી સાતમા સ્થાને સરકી ગયો છે. બેટ્સમેનોની યાદીમાં ઈજાગ્રસ્ત રિષભ પંત (નવમું) અને રોહિત શર્મા (10મું) ટોપ 10માં એકમાત્ર ભારતીય છે.
અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે 186 રન બનાવ્યા બાદ વિરાટ કોહલી સાત સ્થાનનો સુધારો કરીને 13મા સ્થાને પહોંચી ગયો છે. મેન ઓફ ધ મેચ કોહલી ઉપરાંત આ મેચમાં સદી ફટકારનાર ઓપનર શુભમન ગિલ 17 સ્થાન આગળ વધીને 46માં સ્થાને પહોંચી ગયો છે.
મેચની પ્રથમ ઇનિંગમાં 180 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 815 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં 102 અને 81 રન બનાવનાર ડેરીલ મિશેલ પણ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 800 રેટિંગ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. જોકે, તે રેન્કિંગમાં સુધારો કરી શક્યો નહોતો અને આઠમા સ્થાને રહ્યો હતો.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની 172 રનની મેચ વિનિંગ ઇનિંગ બાદ 14 સ્થાનનો સુધારો કરીને 15માં સ્થાને પહોંચી ગયો છે.