અમદાવાદમાં શરૂ મેચમાં ક્રિકેટ રસિયા યુવકનું આ કારણે થયું મૌત ! અચાનક જ ઢળી પડ્યો અને ત્યાંને ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું…
હાલમાં જ એક એવી ઘટના બની કે જાણીને તમે પણ ચોંકી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદ ખાતે ચાલુ ક્રિકેટ મેચે બોલિંગ કરતા મોતને ભેટેલા પાટડી તાલુકાના ધામાના યુવાનને મોબાઇલ પર લાઇવ જોતા સમયે ઢળી પડતા જોઇ એનો શિક્ષક ભાઇએ ચોટીલાથી અમદાવાદ દોટ મૂકી હતા. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.
પાટડી તાલુકાના ધામા ગામનો 33 વર્ષનો યુવાન વસંત ભલાભાઇ રાઠોડ આજથી સાત આઠ વર્ષ અગાઉ અમદાવાદ જીએસટી વિભાગમાં નોકરીએ લાગ્યો હતા અને આઠેક વર્ષ અગાઉ રેખાબેન સાથે એના લગ્ન થયા હતા. એમને કોઇ સંતાન નહોતા. વસંતનો મોટો ભાઇ રમેશ ચોટીલા તાલુકાના આણંદપુર ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
જ્યારે પિતા ભલાભાઇ ખેતીકામ કરી અને માતા ક્રિષ્નાબેન સાથે ધામા ગામે જ રહેતા હતા. અને પંદર દિવસ અગાઉ જ એ લગ્ન પ્રંસગે ધામા ગામે આવ્યો હતો. અમદાવાદમાં જીએસટી વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે અમદાવાદ ભાડજમાં મેચ ચાલુ હતી, ત્યારે વસંત બેટીંગ કરવા આવ્યો ત્યારે તેના ભાઈ સાથે વીડિયો કરેલ. પાંચમી ઓવર નાંખતી વખતે એ વસંત મેદાનમાં ઢળી પડ્યો જેથી વસંતના ભાઈ ચોટીલાથી અમદાવાદ જવા દોટ મૂકી હતી પણ ત્યાં જ વસંત એ જીવ છોડી દીધો હતો.
વસંતને બે દિવસથી તાવ પણ હતો અને ચાલવા પણ ગયા નહોંતા. અને મેચના દિવસે પણ તબીયત સારી ન હોંવાથી પત્નીએ એમને મેચ રમવા જવાની ના પાડી હતી છતાં મેચ રમવા ગયા હતા. વસંતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં લઇ જવાયા બાદ મોડી સાંજે એના મૃતદેહને પાટડી તાલુકાના ધામા ગામે લાવી અંતિમવિધિમાં આખુ ગામ હિબકે ચઢી જોડાયું હતુ.