ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ વગર મેચ રમે જ પોહચી ગયો પોતાના વતન… જાણો કોણ?
ઓસ્ટ્રેલિયન ટીમના ડેશિંગ બેટ્સમેન અને વિકેટકીપર એલેક્સ કેરી બીમાર થઈ ગયા છે અને તેના કારણે તે સ્વદેશ પરત ફર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ આજે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં ટીમનો સ્ટાર ખેલાડી અને વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરી બીમાર થઈ ગયો છે અને ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે.
તમને જણાવી દઈએ કે આ મેચમાં ટોસ સમયે જ્યારે સ્ટીવ સ્મિથે પ્લેઈંગ 11ની જાહેરાત કરી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં ઓપનર ડેવિડ વોર્નર અને વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરી પણ ટીમમાં હાજર ન હતા. જે બાદ સ્ટીવ સ્મિથે કહ્યું કે ડેવિડ વોર્નર હજુ પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન થયેલી ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો નથી થયો, તેથી જ તે રમી રહ્યો નથી.
પેટ કમિન્સની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા સ્ટીવ સ્મિથે મુંબઈ ODIમાં ટોસ દરમિયાન માહિતી આપી હતી કે વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરી બીમાર છે. કેપ્ટન સ્મિથે એ પણ માહિતી આપી છે કે એલેક્સ કેરી ઘરે ગયો છે અને તેથી જ તે આજથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
સ્મિથે કહ્યું – ‘એલેક્સ કેરી બીમાર છે, તેથી તે ઘરે ગયો છે. જોશ ઈંગ્લિસ આજે વિકેટકીપર તરીકે રમશે. ડેવિડ વોર્નર હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી તેથી મિચેલ માર્શ ઓપનિંગ કરશે.ડેવિડ વોર્નરને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ દરમિયાન હાથની ઈજા થઈ હતી. તે પછી તે ઘરે ગયો, પરંતુ તે ઈજામાંથી હજુ સુધી સાજો થયો નથી.