સિંહ બાદ હવે દીપડા એ પણ અમરેલી મા દેખા દીધા !જુવો દીલ ધડક વિડીઓ…

અહીં થી શેર કરો

લોકો સિંહ અને અન્ય વન્ય જીવોને નિહાળવવા માટે જંગલમાં જતા હોય છે, પરતું જ્યારે વન્યજીવો સામે આવીને શહેર કે ગામડામાં પહોંચી જાય તો લોકો શ્વાસ અધર ચડી જતા હોય છે. ત્યારે હાલમાં જ અમરેલી જીલ્લાનાં ગામના સિંહો ઘુસી ગયા હતા અને ગાયનો શિકાર કર્યો હતો એવું જાણવા મળ્યું હતું. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લામાં દીપડા એ દસ્તક દીધી છે, ત્યારે ગ્રામજનોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમરેલીના પીપાવાવ પાસે બે દિવસ પહેલા સિંહના આંટાફેરા બાદ વે દીપડો પણ ગામના લટાર મારતો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ BMS પુલની રેલીંગ પર ચાલી રહેલા દીપડાનો અદભુત વીડિયો વાહનચાલક દ્વારા મોબાઈલમાં કેદ કરાયો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ખરેખર આ વીડિયો હાલમાં ચર્ચાનો વિષય ની સાથે ગામના લોકો માટે ચિંતા જનક છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીરનું જંગલ એ ગુજરાતનું ઘરેણું છે અને ગીર વિસ્તારમાં સિંહોની સાથે દીપડાઓની વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. તેઓ જંગલો માંથી બહારના ગામોમાં આવી જતા હોય છે. અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ સુધી સિંહ અને દીપડાના આંટાફેરા વધ્યા છે. ત્યારે ગતરાત્રિએ પીપાવાવ BMS પુલ ઉપર દિપડો આવી ચડ્યો હતો. પુલની રેલીંગ પર ચાલી રહેલા દીપડાનો અદભુત વીડિયો વાહનચાલક દ્વારા મોબાઈલમાં કેદ કરાયો હતો. વીડિયો જે સ્થળ પર દિપડો દેખાઈ રહ્યો છે ત્યાં સિંહોનો પણ વસવાટ હોવાનું જાણવા મળ્યું છે.

ખાસ કરીને અમરેલીના આજુબાજુમાં સિંહો અને દીપડાઓનું વિચરણ જોવા મળતું હોય છે.આ વીડિયો પણ એક રાહદારી પોતાના મોબાઇલ ફોનમાં ઉતારેલ છે, સદ્ભાગ્ય સારું હતું તેનું કારણ કે, દીપડો ચાલાક પ્રાણી જે સામે માણસ મળે એટલે સૌથી પહેલા હુમલો કરવાનો પ્રયાસ કરતું હોય છે. સામાન્ય રીતે સિંહો બાજુ માંથી પસાર થઈ જાય માનવી ઉપર સીધો એટેક કરતો નથી. દિપડો છલાંગ લગાવી લોકો ઉપર હુમલો કરતો હોય છે. વાંરવાર દીપડાએ હુમલો કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.