બેટ લઈને બોલરને મારવા દોડ્યો બાબર આઝમ! આટલો બધો ગુસ્સો કેમ ચડ્યો? જુઓ આ વિડીયો…vghhh
આ દિવસોમાં પાકિસ્તાનમાં PSLનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં દરરોજ શ્રેષ્ઠ મેચ જોવા મળી રહી છે. ગુરુવારે, પાકિસ્તાન સુપર લીગમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝાલ્મી વચ્ચે મેચ રમાઇ હતી, જ્યાં ઇસ્લામાબાદ યુનાઇટેડ પેશાવર ઝાલ્મીના કેપ્ટન બાબર આઝમની અણનમ 75 રનની ઇનિંગ છતાં છ વિકેટે જીતી હતી. આ મેચને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાબર આઝમ બોલર તરફ બેટ લઈ જતો જોવા મળી રહ્યો છે.
ક્રિકેટ પાકિસ્તાને આ વીડિયો શેર કર્યો છે, જેમાં બાબર આઝમ બોલર તરફ બેટ લઈ જાય છે અને તેને મારવાની સ્ટાઈલમાં આગળ આવે છે, જોકે બોલર હસન અલી બાબર આઝમની નજીક પહોંચતા પહેલા જ ખસી જાય છે.
Some banter between Babar Azam and Hassan Ali#PZvsIUpic.twitter.com/tDsxIhcrCl
— Cricket Pakistan (@cricketpakcompk) February 23, 2023
જણાવી દઈએ કે આ મેચમાં ઈસ્લામાબાદ યુનાઈટેડએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પેશાવર ઝાલ્મીએ 20 ઓવરમાં આઠ વિકેટે 156 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ અણનમ 75 રનની ઇનિંગ રમી હતી. મોહમ્મદ હેરિસે 40 રનનું યોગદાન આપ્યું હતું. ટાર્ગેટનો પીછો કરતા ઇસ્લામાબાદ યુનાઇટેડે રહેમાનુલ્લાહ ગુરબાઝના 31 બોલમાં 62 અને ડુસેનના 29 બોલમાં 42 રન અને આસિફ અલીના 13 બોલમાં અણનમ 29 રનની મદદથી 14.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.